ટ્રમ્પે ફરીવાર પોતાની પીઠ થાબડી “મેં ૧૦ મહિનામાં ૮ યુધ્ધ બંધ કરાવ્યા”

ટ્રમ્પે ફરીવાર પોતાની પીઠ થાબડી “મેં ૧૦ મહિનામાં ૮ યુધ્ધ બંધ કરાવ્યા”

(એજન્સી)      વોશીંગ્ટન તા.૧૮:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં, ટ્રમ્પે તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી અને અગાઉના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પના ભાષણની શરૂઆત જો બિડેનની ટીકાથી થઈ. ટ્રમ્પે દેશની સમસ્યાઓ માટે ઇમિગ્રન્ટ્સ, ડેમોક્રેટ્સ અને બિડેનને જવાબદાર ઠેરવ્યા. તેમણે ક્રિસમસ પહેલા સૈનિકો માટે ૧૭૭૬ ડોલરના વિશેષ બોનસની પણ જાહેરાત કરી હતી.
 રાષ્ટ્રને સંબોધન દરમિયાન ટ્રમ્પે કહ્યું, મેં અમેરિકન શક્તિ પુન:સ્થાપિત કરી. મેં ૧૦ મહિનામાં આઠ યુદ્ધો ઉકેલ્યા, ઈરાનના પરમાણુ ખતરાને નષ્ટ કર્યો અને ગાઝામાં યુદ્ધનો અંત લાવ્યો.