આવતીકાલે એપસ્ટીન ફાઈલના પાપનો ઘડો ફુટશે : વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવશે 

આવતીકાલે એપસ્ટીન ફાઈલના પાપનો ઘડો ફુટશે : વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવશે 

(એજન્સી)          ન્યુયોર્ક તા.૧૮:
આવતી કાલે અમેરીકા અને વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે, કારણ કે આ દિવસે યુએસના કુખ્યાત એપસ્ટીન સેક્સ ટ્રાફિકિગ કેસ સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરવામાં આવશે. વર્ષોથી આ કેસની તપાસ અંગેની ફાઈલ્સ ગુપ્ત રાખવામાં આવી હતી. યુએસ કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી બાદ આ ફાઈલ્સ હવે જનતા સમક્ષ આવશે, જેમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના નામ શામેલ હોઈ શકે છે.
આરોપો મુજબ એપસ્ટીન અને તેની પ્રેમિકા ગીસ્લેન મેક્સવેલ સાથે મળીને આ સેક્સ નેટવર્કમાં ચલાવતો હતો, જેમાં સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ છોકરીઓને વિશ્વના ઘણા રાજકીય નેતાઓ અને હાઈ પ્રોફાઈલ લોકો પાસે મોકલવામાં આવતી હતી.
૧૯ ડિસેમ્બરના સંપૂર્ણ દસ્તાવેજો જાહેર થાય એ પહેલા ૧૨ ડિસેમ્બરના આ કેસ સાથે જોડાયેલ ૧૯ ફોટોગ્રાફસ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ ફોટોગ્રાફસમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના દેખાય રહ્યા છે. અન્ય ફોટોગ્રાફસમાં યુએસ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, માઈક્રોસોફટના સ્થાપક અને બિલિયોનેર બિલ ગેટ્સ પણ 
જોવા મળે છે.