મનરેગાને સ્થાને જી-રામ-જી બીલ વિરૂધ્ધ વિપક્ષની સંસદ પરીસરમાં કુચ : લોકસભામાં ઉગ્ર ચર્ચા

મનરેગાને સ્થાને જી-રામ-જી બીલ વિરૂધ્ધ વિપક્ષની સંસદ પરીસરમાં કુચ : લોકસભામાં ઉગ્ર ચર્ચા

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૮
નવા ગ્રામીણ રોજગાર બિલ (ફમ્-ય્-ઇછસ્-ય્) વિરુદ્ધ વિપક્ષે ગુરુવારે સંસદ પરિસરમાં કૂચ કરી હતી. જેમાં વિપક્ષના ૫૦થી વધુ સાંસદોએ ભાગ લીધો અને ફમ્-ય્-ઇછસ્-ય્ બિલ પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પહેલા લોકસભામાં ફમ્-ય્-ઇછસ્-ય્ બિલ પર ૧૪ કલાક ચર્ચા થઈ. કાર્યવાહી મોડી રાત્રે ૧:૩૫ વાગ્યા સુધી ચાલી હતી. આમાં ૯૮ સાંસદોએ ભાગ લીધો.
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે ચર્ચાનો જવાબ આપશે. જોકે, વિપક્ષે માંગ કરી કે પ્રસ્તાવિત કાયદાને સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવે. આ ૨૦ વર્ષ જૂના સ્ય્દ્ગઇઈય્ એક્ટનું સ્થાન લેશે.