ઈરાનની સ્પષ્ટ વાત : લેબનોન પર જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી વાટાઘાટો નહીં
(એજન્સી) તહેરાન, તા.૧૦
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભયાનક યુધ્ધમાં ૪૦માં દિવસે યુધ્ધ વિરામ થયો હતો અને આજથી પાકિસ્તાનમાં શાંતિ વાર્તા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી તે પૂર્વે ઇરાન આડુ ફાટ્યું હોય તેમ લેબેનોન પર ઇઝરાયેલના હુમલા ન અટકે ત્યાં સુધી શાંતિ વાર્તા સ્થગિત જ રહેશે. વાટાઘાટો માટે ઇરાની પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ પહોંચી ગયું હોવાની વાતને પણ નકારી કાઢવામાં આવી છે. અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ વાટાઘાટ પૂર્વે મડાગાંઠ રહી હોય તેમ આજે ઇરાનની સરકારી સમાચાર એજન્સીએ જાહેર કર્યું છે કે ઇરાનનું પ્રતિનિધિ મંડળ વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચ્યાની વાત ખોટી છે. અમેરિકા લેબેનોનમાં યુધ્ધ વિરામ સંબંધીત પોતાની પ્રતિબધ્ધતાનું પાલન ન કરે અને ઇઝરાયેલ હુમલા ન અટકાવે ત્યાં સુધી શાંતિ વાટાઘાટો આગળ નહીં વધે. આ સંજોગોમાં પાકિસ્તાનમાં આજથી શરૂ થનારી શાંતિ મંત્રણા મુદે સસ્પેન્શ રહ્યું છે. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ બેઠકમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.


