ટેરિફ અંગે અમેરીકાની સુપ્રિમ કોર્ટના ચુકાદા પહેલા ટ્રમ્પ ગભરાયા

ટ્રમ્પે લખ્યું : “અગાઉ વસુલાયેલા નાણા પરત કરવામાં સરકારને મોટી મુશ્કેલી પડશે, આપણે બરબાદ થઈ જઈશું”

ટેરિફ અંગે અમેરીકાની સુપ્રિમ કોર્ટના ચુકાદા પહેલા ટ્રમ્પ ગભરાયા

(એજન્સી)      વોશીંગ્ટન તા.૧૩:
અમેરિકા દ્વારા ભારત સહિત દેશો પર જે ટેરિફ લગાવ્યા છે તેમાં પ્રમુખની સતાને પડકારતી રીટ અરજી પર અમેરિકી સુપ્રીમકોર્ટનો ચુકાદો હવે ગમે તે સમયે આવશે તે પુર્વે ટ્રમ્પે તેના સોશ્યલ મીડીયા હેન્ડલ ટુથ સોશ્યલ પર જો ટેરીફ ચુકાદો વિરુદ્ધમાં આવશે તો આપણે બરબાદ થઈ જશુ તેવી ચિંતા દર્શાવી છે.
જો આ ચુકાદો ટ્રમ્પ તંત્રની તરફેણમાં નહીં આવે તો અમેરિકાને ટેરીફની વસુલાયેલી અબજો ડોલરની રકમ પરત કરવી પડશે અને સરકારને મોટુ નુકશાન જશે. ટ્રમ્પે લખ્યું કે અગાઉ વસુલાયેલા નાણા પરત કરવામાં સરકારને મોટી મુશ્કેલી પડશે.
ટેરીફ પરત ચુકવતા ચુકવતા આ રકમ અબજો ડોલર સુધી પહોંચી શકે છે. ટ્રમ્પે અમેરિકી સંસદની મંજુરી લીધા વગર જ ટેરીફ અંગે પોતે જ ર્નિણયો લીધા છે તેની સામે સુપ્રીમમાં પડકાર છે.