ટ્રમ્પની ગાઝા માટેની ‘બોર્ડ ઓફ પીસ’ મિટીંગમાં ભારત શામેલ થયું : પ૦ દેશના પ્રતિનિધીઓએ ભાગ લીધો
(એજન્સી) વોશિંગ્ટન તા.૨૦:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ‘ની
પ્રથમ બેઠકમાં ભારતે ગુરુવારે નિરીક્ષક દેશ તરીકે ભાગ
લીધો હતો. આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ હતી. ભારત તરફથી ભારતીય દૂતાવાસમાં તૈનાત ચાર્જ દ‘અફેયર્સ (સીનિયર અધિકારી) નમગ્યા સી ખમ્પાએ ભાગ લીધો.
ભારતે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે બોર્ડનો પૂર્ણ-સમયનો સભ્ય બનશે કે નહીં. ભારતે ગયા મહિને દાવોસમાં તેના લોન્ચ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
‘બોર્ડ ઓફ પીસ‘ની બેઠકમાં ગાઝાના પુનનિર્ર્માણ માટે ૧.૫ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રમ્પે કહ્યું કે ૯ સભ્ય દેશો
ગાઝા રાહત પેકેજ માટે ૬૩ હજાર કરોડ રૂપિયા (૭ અબજ ડોલર) આપશે. જ્યારે, અમેરિકા પોતે ૯૦ હજાર કરોડ રૂપિયા (૧૦ અબજ ડોલર) આપશે.
તેમજ, ૫ાંચ દેશોએ યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઈન વિસ્તારમાં સૈનિકો તૈનાત કરવા સંમતિ આપી છે. વોશિંગ્ટનમાં યોજાયેલી આ બેઠકમાં લગભગ ૫૦ દેશોના અધિકારીઓ સામેલ થયા હતા.


