અમીત શાહ માનહાની કેસમાં રાહુલ ગાંધી યુપીની સુલ્તાનપુર કોર્ટમાં હાજર થયા : આરોપો ખોટા ગણાવ્યા
(એજન્સી) સુલતાનપુર તા.૨૦
ગૃહમંત્રી અમિત શાહ વિશે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે સ્ઁ/સ્ન્છ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ લગભગ ૨૦ મિનિટ સુધી કોર્ટમાં રહ્યા અને પોતાનું નિવેદન નોંધાવ્યું. આ કેસની આગામી સુનાવણી ૯ માર્ચે થશે.
વકીલોના જણાવ્યા અનુસાર, કોર્ટમાં પહોંચ્યા પછી રાહુલ ગાંધીએ હાથ જોડીને જજને પ્રણામ કર્યું. સુનાવણી પછી તેમણે જજનો આભાર પણ માન્યો. ત્યારબાદ તેઓ રામચેત મોચીની દુકાન જવા રવાના થયા. જ્યાં રાહુલ મોચીના પરિવારને મળશે. રામચેતનું ત્રણ મહિના પહેલા કેન્સરથી નિધન થયું હતું. રામચેત એ જ મોચી હતા જેની દુકાન પર રાહુલ ગાંધીએ એક વર્ષ પહેલા તેમના જૂતા સીવ્યા હતા. રાહુલે રામચેતને સિલાઈ મશીન મોકલ્યું હતું.
રાહુલ ગાંધી સાથે આવેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે બહાર અટકાવ્યા હતા, પરંતુ સુરક્ષા કર્મચારીઓ અંદર ગયા હતા. રાહુલ સુલતાનપુર પહોંચતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ "રાહુલ ઝિંદાબાદ!"ના નારા લગાવ્યા હતા, તેઓ માળા પહેરાવવા ગયા, પરંતુ રાહુલે ના પાડી હતી. ત્યારબાદ તેઓ હસતા હસતા કોર્ટમાં ગયા અને મીડિયા સાથે વાત પણ કરી નહોતી.


