મક્તુપુર વાડી વિસ્તારમાંથી અજગરને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડાયો
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧૩
માંગરોળ ખાતે પર્યાવરણ ક્ષેત્રે સતત સક્રિય સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા મક્તુપુર ખાતે વાડી વિસ્તારમાં અજગર ચડી આવતા ડાયાભાઇ ભીંટ, રાણજીતભાઇ પરમાર, ભરતભાઇ ઘોડાદ્રાએ જહેમત ઉઠાવી અજગરને પકડીને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુકવામાં આવેલ હતો.


