માંગરોળ જેલમાં હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.28
આજ રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિતે સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે NVHCP પ્રોગ્રામના નોડલ ઓફિસર, જિલ્લા ટીબી ઓફિસર ડો વ્યાસ સાહેબ માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વાઘેલાઅને સા.આ. કે. માંગરોળના અધિક્ષક ડો.ગરીબાના માર્ગદર્શન અનુસાર તા.20 થી 28 જુલાઈ સુધી જન જાગૃતિ સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.27/07/2026નાં રોજ માંગરોળ સબ જેલના બંદીવાન ભાઈઓને હિપેટાઇટિસ થવાના કારણો રોકથામ અને સારવાર વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાત HIV /AIDS TB STI/RTI અને 1097 હેલ્પ લાઇન વિશે ICTC કાઉન્સેલર પ્રતાપસિંહ પરમાર અને સરકારી હોસ્પિટલ માંગરોળના લેબ ટેક હિરેન ભાઈ ગોંડલિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


