ઉના પોલીસે વાહન ચાલકોની તપાસ કરી બે વાહનો ડિટેન કર્યા, 23 વાહન ચાલકો સામે સ્થળ ઉપર દંડ વસૂલ કરાયું
(પ્રતિનિધિ દ્વારા) ઉના તા.28
ઉના તાલુકા પોલીસ સ્ટેશનમાં નવા નિમણુંક પામેલ પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજાએ ચાર્જ સંભાળતા કામગીરી શરૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને ઊનાના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરીની સૂચનાથી શહેર અને તાલુકામાં કાયદાનો કડક અમલ કરવા પી.આઇ. જાડેજા, એલ.સી.બી.પી.આઇ. વણરકા, એસ.ઓ.જી.ના પી.આઇ. કાગડા અને ઉના પોલીસ સ્ટાફે ઉનાના વડલા ચોક, ત્રિકોણ બાગ, ટાવર ચોક પાસે આવતા જતા વાહનો રોકી તપાસ કરી ચેકીંગ કરેલ હતું. જેમાં કાયદાનો ભંગ કરનાર બે વાહન mv act 207 મુજબ ડિટેન કરેલ હતા તેમજ 23 વાહન ચાલકો સામે એન. સી. કેસ કરી સ્થળ ઉપર રૂા.8,200દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું ગાડીના કાગળો કંપલીટ રાખવા, લાયસન્સ રાખવું વિગર સૂચના આપી હતી. ઉનામાં પોલીસ સક્રિય થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.


