ઝાંપોદડ હાઈસ્કૂલમાં  શિક્ષક દિનની ઉજવણી કરાઈ

ઝાંપોદડ હાઈસ્કૂલમાં  શિક્ષક દિનની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૦
વંથલી તાલુકાની શેઠ બી.કે. મહેતા હાઈસ્કૂલ ઝાંપોદડ ખાતે તા.૯-૯-૨૬ના રોજ શિક્ષક દિનની ઉજવણી અત્યંત ઉત્સાહ અને અદભુત અંદાજમાં કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકના કર્તવ્યોથી માહિતગાર કરવાના હેતુથી શાળાના ૨૨ જેટલા ઉત્સાહી અને હોશિયાર વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને ખૂબ જ કુશળતાપૂર્વક શિક્ષણ કાર્ય કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમના અંતે યોજાયેલા સમાપન સમારોહમાં શાળાના આચાર્ય ડો. સંજયભાઈ કોરિયા દ્વારા ભારતરત્ન ડો. સર્વેપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને કવન વિશે વિસ્તૃત અને પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ ૩ વિદ્યાર્થી-શિક્ષકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આજના દિવસે ઉત્સાહભેર ભાગ લેનાર તમામ વિદ્યાર્થી-શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવા સટિર્ફિકેટ એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે સૌ સહભાગીઓ માટે  મજેદાર પાણીપુરી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે આ દિવસને સૌના માટે વધુ યાદગાર બનાવી દીધો હતો. આ કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવવા માટે શાળાના શિક્ષકો જયનાબેન અઘેરા અને હિરેનભાઈ પટોળીયાએ ખાસ જહેમત ઉઠાવી હતી.