ભારત-રશિયા ફાર્મા સંબંધોને મજબૂત કરવા રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાતે
અમદાવાદ, તા.૧૦
ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આજે તેના ભાટ-ધોળકા સ્થિત કોર્પોરેટ કેમ્પસ ખાતે રશિયાના ક્રાસ્નોદર (Krasnodar) પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રૂપેલ (Alexander Ruppel) અને તેમના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવાનો હતો. પ્રતિનિધિમંડળે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી બંને દેશો વચ્ચે સંયુક્ત વિકાસ, વ્યાપારી તકો અને આંતરરાષ્ટ્રીય હેલ્થકેર સોલ્યુશન્સ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ મુલાકાત અંગે માહિતી આપતાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (હેડ ઓફ રિપ્રેઝન્ટેશન - રશિયા) ડૉ. સુનીલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, “રશિયન પ્રતિનિધિમંડળની યજમાની કરવી અને ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી એ અમારા માટે ગૌરવની વાત છે. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ વિસ્તારવા અને બંને દેશો માટે બદલાતી વૈશ્વિક હેલ્થકેર જરૂરિયાતોને પૂરી કરવા માટે મહત્વના દ્વાર ખોલે છે. અમે વ્યાજબી હેલ્થકેર સોલ્યુશન્સ દ્વારા વિશ્વભરના દર્દીઓ માટે લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવા આતુર છીએ.” બંને પક્ષો વચ્ચેની ચર્ચામાં તકનીકી આદાન-પ્રદાન, નિકાસ વિસ્તાર અને વ્યૂહાત્મક માર્કેટ એક્સેસ જેવા મુખ્ય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારોમાં આવશ્યક દવાઓનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને વિશ્વસનીય હેલ્થકેર સપ્લાય ચેઈન સ્થાપિત કરવાના મહત્વ ઉપર બંને દેશોએ ભાર મૂક્યો હતો.
આ બેઠકના આર્થિક અને રાજદ્વારી મહત્વ પર પ્રકાશ પાડતાં રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રુપેલ (Alexander Ruppel) એ જણાવ્યું હતું કે, “આ મુલાકાત રશિયા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવામાં એક મહત્વનો તબક્કો સાબિત થશે. ભારતની ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની નિપુણતાને વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત છે, અને અમે બંને દેશોના બજારોમાં રહેલી છે.


