કેશોદ નગરપાલીકામાં ભાજપનું કમળ ખીલ્યું  ૩૩ બેઠક ભાજપ અને ૩ કોગ્રેસ

કેશોદ નગરપાલીકામાં ભાજપનું કમળ ખીલ્યું  ૩૩ બેઠક ભાજપ અને ૩ કોગ્રેસ

જૂનાગઢ તા. 28
કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થતાં ગત રવિવારે 35 બેઠકની ચૂંટણી યોજાઈ હતી અને આજે સવારે મત ગણતરી હાથ ધરવામાં આવતા પ્રાપ્ત થતાં અહેવાલ અનુસાર કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોનું પરીણામ જાહેર થયું છે જેમાં 33 બેઠક ભાજપને ફાળે અને 3 બેઠક કોંગ્રેસને મળી છે. આ સાથે જ કેશોદમાં ભાજપનું કમળ ખીલી ઉઠયું છે અને નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થપાશે. સ્થાનીક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં કેશોદ નગરપાલિકાનું પરીણામ ભાજપની તરફેણમાં આવતા ભાજપનાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.