ઉના તાલુકાનાં દેલવાડા ગામનાં વાડી વિસ્તારમાં દિપડાની અવર જવર : ભયનો માહોલ
ગીર સોમનાથ તા.25
ઉના પંથકમાં વન્ય પ્રાણીઓની અવર જવરને લઈને ભયનો માહોલ સર્જાયેલ છે. દિપડા જેવા પ્રાણીઓ અવાર નવાર દેખા દે છે. આ દરમ્યાન રર જુલાઈની મોડી રાત્રે દેલવાડા ગામનાં વાડી વિસ્તારમાં દિપડો આવી ચડયો હતો. અને રહેણાંક મકાનની આસપાસ આંટાફેરા કર્યા હતાં.
આ ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. દિપડાની અવર જવરને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. વહેલી તકે દિપડાને પાંજરે પુરવા સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.


