મેંદરડાના સાસણ રોડ પર આવેલી હોટલ પર સબજી ખાટી છે તેમ કહી હોટલ સંચાલકને ધમકાવી બદનામ કરવા પ્રયાસ
મિડીયાના નામે રોફ જમાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે મેંદરડાના વેપારી એસોસિએશને પોલીસને આવેદનપત્ર આપ્યું
જૂનાગઢ તા.ર
મેંદરડા સાસણ રોડ પર મહેશ હોટલ ખાતે તા.ર૯-૧ર-ર૦રપના રોજ કહેવાતા પત્રકાર પારસ મકવાણા, સરફરાજ રફાઈ સહિત અન્ય બે વ્યક્તિ હોટલ ઉપર સબજી પાર્સલ લેવા આવેલા જે દરમ્યાન ઘેરે લઈ જઈ થોડા સમય બાદ ફરીવાર હોટલ પર આવી સબજી વાસી ખરાબ છે તેવા આક્ષેપો કરી ગેરવર્તન કરી ગમેતે રીતે પૈસાનો તોડ કરવા માટે ઉપરોકત તમામ લોકો આવી અમોને દબાવીને ગમેતે રીતે ઝગડો કરી અમારી છબીને ખરડવા અને બદનામ કરવા કિમીયો કરેલ અને અમને પૈસા નહી આપો તો અમારી ચેનોલો અને વિવિધ સોશ્યલ મિડીયાના માધ્યમથી બદનામ કરી નાખીશું તેવી ધમકી આપેલ. આ બાબતે મેંદરડા શહેરના તમામ વેપારી એસોસિએશન તેમજ રાજકીય આગેવાનો, વિવિધ સેવાકીય સંસ્થાઓ સહિતનાઓ દ્વારા તા.૧-૧-ર૦ર૬ના રોજ એકઠા થઈને ઉપરોકત કહેવાતા પત્રકારો સામે કાયદાકીય પગલા લઈ ધોરણસરની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવામાં આવે તેવી માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને છે. જાે પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમોએ ના છુટકે આંદોલન કરવું પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.


