શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને "મેઘધનુષ્ય થીમ" સાથે દિવ્ય શણગાર અને 200 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને "મેઘધનુષ્ય થીમ" સાથે દિવ્ય શણગાર અને 200 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.રપ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:25જુલાઈ 2026, શનિવારના એકાદશી પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજનદેવ દાદાને "મેઘધનુષ્ય થીમ" પર આધારિત અતિ આકર્ષક, દિવ્ય અને મનોહર પુષ્પ દ્વારા કલરફૂલ શણગાર ધરાવવામાં આવ્યો હતો.વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી તથા  સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. દાદાના ચરણોમાં 200 કિલો સુખડીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દિવ્ય શણગારમાંસિંહાસનેઓકિર્ડ, ગુલાબ અને સેવંતિના મિક્સ પુષ્પોનો ઉપયોગ કરીને મેઘધનુષ્યના સપ્ત રંગોની ભાત ઉપસાવવામાં આવી હતી. આકર્ષક પતંગિયાઓની પ્રતિકૃતિઓથી સજાવવામાં આવ્યું હતું. દાદાને આકર્ષક હાર, ચાંદીનો મુગટ આભૂષણો-અને મોતીના વર્કવાળાવાઘા સાથે પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. હજારો ભક્તોએ દાદાના આ અદભૂત રથયાત્રા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.