સરકારી જીલ્લા પુસ્તાલય જૂનાગઢ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.25
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા નિયામક, ગ્રંથાલયની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી જિલ્લા પુસ્તકાલય, સરદાર ચોક, જૂનાગઢ ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોના વિચારો, સમસ્યાઓ અને સપનાઓને સમજીને સંવાદ મારફતે તેમને નવી દિશા કંડારવામાં મદદરૂપ થવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટીના ઈતિહાસ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ વિશાલ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યુ હતું કે, યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમનામાં રહેલી શક્તિ તથા વિચારોને યોગ્ય માર્ગદર્શન મળે તે સમયની માંગ છે. પુસ્તકાલય અને સાહિત્ય યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માધ્યમ છે. મળે તે સમયની માંગ છે. પુસ્તકાલય અને સાહિત્ય યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માધ્યમ છે. ‘‘યુવાનોની વાત, યુવાનો સાથે, યુવાનો માટે...”ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે યુવાનો સાથે વિવિધ વિષયો પર અર્થસભર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગ્રંથપાલ પ્રકાશ જી. મહીડાનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પારૂલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સરકારી જિલ્લા પુસ્તકાલયના અધિકારીઓ અને સ્ટાફ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, યુવાનો અને બુદ્ધિજીવીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


