ઓલ ઇન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર એસો. જૂનાગઢ દ્વારા પડતર માંગણી અંગે આવેદન આપી સૂત્રોચ્ચાર કરાયો

ઓલ ઇન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર એસો. જૂનાગઢ દ્વારા પડતર માંગણી અંગે આવેદન આપી સૂત્રોચ્ચાર કરાયો

જૂનાગઢ તા. ૧૧
હેડ પોસ્ટ ઓફિસ જૂનાગઢ ખાતે તા.૧૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એન્ડ આર.એમ.એસ. પેન્શનર એસોશિયેશન, જૂનાગઢના પેન્શનર સભ્યો દ્વારા સી.એચ.ક્યુ. ન્યુ દિલ્હીના આદેશ મુજબ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસ, જૂનાગઢને પડતર પ્રશ્નો અંગેનું એક આવેદન પત્ર સુપ્રત કરાયું હતું.
આ મેમોરેન્ડમમાં મુખ્ય માંગણીઓનું ઘોષણાપત્ર
૧. RTP સેવાનું નિયમિતીકરણ: કોર્ટના ચુકાદાનો અમલ કરી સમાન પરિસ્થિતિમાં રહેલા તમામ પેન્શનરોને મળવાપાત્ર લાભોનો વિસ્તાર કરવો.
૨. પેન્શન સંબંધિત કામગીરી DDO (હેડ પોસ્ટ ઓફિસ) પાસેથી DPAને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બંધ કરવી.
૩. LDCE દ્વારા મેળવેલી બઢતીને MACPમાં સમાયોજિત કરવામાંથી બાકાત રાખવી. તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ સમાન પરિસ્થિતિમાં રહેલા તમામ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ આપવો.
૪. તા. ૦૮-૦૫-૨૦૨૬ના DOPના આદેશમાં સુધારો કરી, તા. ૦૧-૦૧-૧૯૯૬ થી ૧૮-૦૨-૨૦૦૩ના સમયગાળા માટે સુધારેલા પગાર ધોરણ મુજબના બાકી એરિયર્સની ચુકવણી તમામ પોસ્ટલ એકાઉન્ટ ઓફિસરોને કરવી. આ માટે તા. ૨૪-૧૧-૨૦૨૫ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવું.
૫. તા. ૩૦ જૂન / ૩૧ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલા અને ત્યારબાદ અવસાન પામેલા પેન્શનરોના પરિવાર પેન્શનરોને નોટેશનલ ઇન્ક્રિમેન્ટનો લાભ આપવો.
૬. પરિવાર પેન્શનરોના દાવાઓના નિકાલમાં થઈ રહેલો અનુચિત વિલંબ દૂર કરવો.
૭. પેન્શનરો સામેની શિસ્તભંગની કાર્યવાહીના નિકાલમાં વિભાગના પ્રવર્તમાન નિયમોનું ઉલ્લંઘન કરીને થતો અસામાન્ય વિલંબ દૂર કરવો.
૮. પેન્શનરો/પેન્શનરોની એસોસિએશન દ્વારા વિવિધ કક્ષાએ મોકલવામાં આવતા પત્રો/રજૂઆતોનો જવાબ ન આપવાની પ્રથા બંધ કરવી. હાલમાં તો ઘણી વખત તેની પાવતી પણ આપવામાં આવતી નથી.
૯. તા. ૦૫-૦૫-૨૦૧૬ના DOPના આદેશનો અમલ કરવો તથા ત્યારબાદના DOPના સ્પષ્ટીકરણાત્મક આદેશો મુજબ, તા. ૦૧-૦૧-૧૯૮૬ અથવા તે પહેલાં સીધી ભરતી થયેલા PA/SA કર્મચારીઓની ઇન્ડક્શન ટ્રેનિંગનો સમયગાળો TBOP/BCRના લાભ માટે ગણતરીમાં લેવો. તેમજ DOPTના તા. ૨૨-૧૦-૧૯૯૦ અને ૧૩-૦૩-૧૯૯૨ના આદેશો મુજબ ઇન્ક્રિમેન્ટનો લાભ આપવો.
૧૦. તા. ૩૧-૦૧-૨૦૧૯ના DOP આદેશનો અમલ કરીને પોસ્ટમેન / મેઇલ ગાર્ડને ૦૧-૦૧-૧૯૯૬થી અપગ્રેડેડ પગાર ધોરણનો લાભ આપવામાં આવે.
૧૧. ૧૦ વર્ષથી ઓછી નિયમિત સેવા ધરાવતા નિવૃત્ત GDS કર્મચારીઓને CGHSની સુવિધા આપવામાં આવે, જેમને MTS કેડરમા નિયમિત સેવા મળી નથી.
આ કાર્યક્રમમાં સ્ટેટ આસી.સેક્રેટરી અશોક જમોડ, સ્ટેટ ઓર્ગેનાઇઝીગ સેક્રેટરી રાજેન્દ્ર ચુડાસમા, પ્રમુખ લીલાભાઈ જાેટગિયા, સેક્રેટરી મહેશ જાેશી તેમજ સર્વે હોદેદારો અને સભ્યો હાજાર રહ્યા હતા.