કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ તા.૩૦
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જતી આ ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. જેને પગલે ફ્લાઇટમાં સવાર ૧૮૦ પેસેન્જર અને લગેજનું ચેકિંગ કરવામાં આવ્યું છે. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલી ચિઠ્ઠી મળી આવતા પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમે જણાવ્યું હતું કે, ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને મ્ડ્ઢડ્ઢજી દ્વારા પ્લેનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.


