વિશ્વભરમાં ન્યૂયરની ઉજવણી માટે ભારે થનગનાટ
નવી દિલ્હી તા.૩૧:
આજે થર્ટી ફસ્ર્ટ એટલે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ આજે વર્ષનો છેલ્લો દિવસ છે. સારા-નરસા અનુભવો સાથે ૨૦૨૫નું વર્ષ વિદાઇ લેશે અંતે નવા ઉત્સાહ-ઉમંગ સાથે ૨૦૨૬નું વર્ષનું આગમન થશે. આજે ‘‘બાય બાય ૨૦૨૫ અને વેલકમ ૨૦૨૬‘‘ને લઇને દેશભરમાં ભવ્ય ઉજવણી ની તૈયારી થઈ ગઈ છે. રાત પડશે ને જાણે દિવસ ઉગશે એવો માહોલ ઉભો થશે. ડાન્સ-ડીજે અને ડીનર સાથે સેલિબ્રેશન કરવા યુવા વર્ગમાં ભારે થનગનાટ છે. પાર્ટી પ્લોટ, હોટલ રીસોર્ટ, હરવા ફરવાના સ્થળોમાં ઉજવણીના ભવ્ય આયોજનો થયા છે. રાત્રે ૧૨ના ટકોરે ભવ્ય આતશબાજીના કાર્યક્રમમાં પણ યોજાયા ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસ પણ સાબદી થઇ છે. દિલ્હી-મુંબઇ-હૈદ્રાબાદ બેંગ્લોર રાતભર ગીત-સંગીતના જલસા થવાના છે. ઠેરઠેર થીમ બેઇઝડ પાર્ટીના પણ આયોજનો થયા છે. ૨૦૨૫ને ટાટા તથા ૨૦૨૬ને વેલકમ કરવા સૌ કોઇ સજજ થયા છે.
આજે ૨૦૨૫નું વર્ષ પૂરું થઈ રહ્યું છે. બુધવારે મધ્યરાત્રિ ૧૨ વાગ્યે નવું વર્ષ શરૂ થશે. બધાએ પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. ઘણા લોકો પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરવામાં વ્યસ્ત છે. પ્રખ્યાત મંદિરો અને પર્યટન સ્થળોએ લોકોની ભીડ એકઠી થવા લાગી છે.


