કેશ ઓન ડિલિવરી માટે વધારાનો ચાર્જ વસુલી નહીં શકાય

કેશ ઓન ડિલિવરી માટે વધારાનો ચાર્જ વસુલી નહીં શકાય

(એજન્સી)       નવી દિલ્હી તા.૪:
ગ્રાહક બાબતોના મંત્રાલયે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો પાસેથી કેશ ઓન ડિલિવરી (ર્ઝ્રડ્ઢ) માટે વધારાની ફી વસૂલતા હોવાની ફરિયાદોની તપાસ શરૂ કરી છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રાહક હિતોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જોશીએ ઠ પર એક પોસ્ટમાં કહ્યું, આ પ્રથાને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને અનુચિત લાભ લે છે. જોશીએ કહ્યું, આ પ્લેટફોર્મ્સની સંપૂર્ણ તપાસ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.