કુવૈતથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી : મુંબઈમાં ઈમરજન્સી લેન્ડીંગ
(એજન્સી) મુંબઈ તા.૨:
કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં આજે સવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં
આવ્યું હતું. ધમકીની જાણ
થતાં જ ફ્લાઇટમાં હાજર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તાત્કાલિક કાર્યવાહી કરીને ફ્લાઈટને મુંબઈ તરફ વાળી દેવામાં આવી હતી, જ્યાં તેને સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. હાલમાં વિમાનને આઇસોલેશન બે વિભાગમાં લઈ જવામાં આવ્યું છે અને તેની સઘન સુરક્ષા તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બોમ્બની ધમકી એક ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી, જેની ઉત્પત્તિ દિલ્હી એરપોર્ટ પર થઈ હતી. આ ધમકીભર્યો ઈમેલ મળતાં જ એરપોર્ટ અધિકારીઓ તુરંત જ સતર્ક થઈ ગયા હતા અને ઇન્ડિગોની ફ્લાઇટ (એરબસ છ૩૨૧-૨૫૧દ્ગઠ) માટે પ્રોટોકોલ મુજબ ઈમરજન્સી લેન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. હ્લઙ્મૈખ્તરંઇટ્ઠઙ્ઘટ્ઠિ૨૪ ના ડેટા મુજબ, આ ફ્લાઇટે કુવૈતથી સવારે ૧:૫૬ વાગ્યે ઉડાન ભરી હતી અને ધમકીના કારણે તે સવારે ૮:૧૦ વાગ્યે મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી, જે નિર્ધારિત માર્ગ કરતાં વહેલું અને અલગ હતું.


