મેંદરડા TDOને ACBએ રૂ.80,000ની લાંચ લેતા ઝડપ્યા
મેંદરડા તાલુકા વિકાસ અધિકારી(TDO) ટી. વી. રાદડિયાને એન્ટી કર્ફસન બ્યુરો(ACB)એ રૂ.80,000ની લાંચ લેતા ઝડપ્યા છે. ટી. વી. રાદડિયા દ્વારા મેંદરડા તાલુકાના એક ગામે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોના કામ મામલે લાંચની માંગ કરી હતી. તેની બાતમીને આધારે ACBએ TDO પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમ્યાન ACBએ TDO ટી.વી. રાદડિયાને રંગેહાથ ઝડપી અટકાયત કરી છે.


