ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળો શરૂ
ભવનાથ મહાદેવ મંદિરે આજે સવારે 9 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું . શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સંતો, રાજકીય આગેવાનો અને જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ ધજાનું પૂજન કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ સંતોએ વિવિધ અખાડાઓમાં પણ ધ્વજા ચઢાવી હતી.
આ વકખતે પ્રથમ દિવસથી જ મેળામાં ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું છે. ભરડાવાવથી લોકો પગપાળા જ ભવનાથ તરફ રવાના થયા હતા. જે આવશ્યક સેવાઓ માટેના વાહનો હતા એ તમામને ઇસ્યુ કરાયેલા પાસને સ્કેન કર્યા બાદજ પ્રવેશ આપવામાં આવ્યો હતો.



