કોંગ્રેસનો દાવો : અનીલ અંબાણીએ અપેસ્ટીન પાસે મદદ માંગી હતી - મોદી-ટ્રમ્પની મિટીંગ કરાવવાની હતી
(એજન્સી) નવી દિલ્હી તા.ર
કોંગ્રેસે રવિવારે સતત બીજા દિવસે એપ્સટિન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસના નેતા પવન ખેરાએ ઠ પર બે પોસ્ટ શેર કરી. જેમાં ૧૬ માર્ચ, ૨૦૧૭ના રોજ અનિલ અંબાણી અને અમેરિકન સેક્સ અપરાધી જેફરી એપસ્ટીન વચ્ચેની ચેટના સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે.
ચેટમાં અનિલ અંબાણી કુશનર અને બેનન (ટ્રમ્પની નજીકના) ને મળવા માટે એપસ્ટીનની મદદ માંગતા જોવા મળે છે, અને ટ્રમ્પ-મોદીની મુલાકાત ગોઠવવામાં એપસ્ટીનની મદદ પણ માંગતા જોવા મળે છે. ખેરાની બીજી પોસ્ટમાં ૨૪ મે, ૨૦૧૯ના રોજ જેફરી એપસ્ટેઇન અને સ્ટીવ બેનન વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ સામેલ છે. તેમાં એપસ્ટીન બેનનને કહે છે કે મોદીની મુલાકાત ખરેખર રસપ્રદ હતી. મોદીના "માણસે" તેમને કહ્યું કે વોશિંગ્ટનમાં કોઈ તેમની સાથે વાત કરતું નથી.


