સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ : ચર્ચા માટે ૧૮ કલાકનો સમય ફાળવાયો

બજેટ અને અપેસ્ટીન મુદ્દે બન્ને ગૃહોમાં ભારે ધમાલ મચી જવાના સંકેતો

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ : ચર્ચા માટે ૧૮ કલાકનો સમય ફાળવાયો

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૨
સંસદના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. 
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે ૧૮ કલાક નક્કી કરવામાં આવ્યા છે. લોકસભામાં ચર્ચાની શરૂઆત સર્બાનંદ સોનોવાલ કરશે. કાર્યસૂચિ અનુસાર, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા આ પ્રસ્તાવનું સમર્થન કરશે.
સંભાવના છે કે રાહુલ ગાંધી પણ બોલી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવાલોના જવાબ આપશે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ બજેટ સંબંધિત પ્રશ્નો પર ૧૧ ફેબ્રુઆરીના રોજ જવાબ આપી શકે છે.