‘‘અચ્છે દિન‘‘ : સોમવારથી ૪૦૦ ચીજવસ્તુઓ સસ્તી થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦:
આગામી સોમવારતા.૨૨ સપ્ટેમ્બરથી, તમારા ખિસ્સા પરનો બોજ ઓછો થવાનો છે. વાસ્તવમાં, સરકારે દરરોજ ઉપયોગમાં લેવાતી ૧૩૫ વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડી દીધો છે. આમાંથી, ૯ વસ્તુઓ પરનો ટેક્સ સંપૂર્ણપણે શૂન્ય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તમને રસોડાથી લઈને બાથરૂમ અને ડ્રોઇંગ રૂમ સુધીની વસ્તુઓ પર રાહત મળશે.
૨૨ સપ્ટેમ્બરથી, દૂધ, ઘી, માખણ, ચીઝ, રોટલી, ચપાતી, નમકીન, પાસ્તા-નૂડલ્સ,
ચટણી, ચા-કોફી અને મસાલા પહેલા કરતા સસ્તા થશે. ઘરમાં વપરાતા સ્ટીલના વાસણો, માટીના કુલ્હાર-મટકા, લાકડાના-વાંસના ફનિર્ચર અને માચીસ પણ ઓછા ભાવે ઉપલબ્ધ થશે.
ફક્ત રસોડાની વસ્તુઓ જ નહીં, પરંતુ વ્યક્તિગત સંભાળની વસ્તુઓ પણ સસ્તી થશે. ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ, શેવિંગ ક્રીમ અને કોસ્મેટિક્સના ભાવ ઘટશે. બાળકોના રમકડાં, બોર્ડ ગેમ્સ, પેન્સિલો, ક્રેયોન્સ અને શૈક્ષણિક કીટ હવે ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. મુખ્ય
ઇલેક્ટ્રોનિક્સ અને વાહનો
પર પણ રાહત છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, એસી,
સ્કૂટર, બાઇક અને કાર પર કર ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સસ્તી થશે. જોકે, ય્જી્ ઘટાડાને કારણે સસ્તી થનારી વસ્તુઓની યાદીમાં બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સમાવેશ થતો નથી. ફક્ત એર કંડિશનર (છઝ્ર), ટેલિવિઝન અને ડીશવોશરના ભાવમાં ઘટાડો
જોવા મળશે. જોકે, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવનના ભાવ યથાવત રહેશે.


