ભારતે બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

ભારતે બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

(એજન્સી)      નવી દિલ્હી તા.ર :
ઓપરેશન સિંદુર સમયે પાકના અનેક હવાઈ મથકોનો ધ્વંશ કરી નાંખનાર બ્રહ્મોસ મિસાઈલની સુપર સોનિક ક્રુઝ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકાય તે પ્રકારની એડીશનનું આજે સફળ પરિક્ષણ કરાયું હતું. રશિયાની મદદથી તૈયાર કરાયેલ આ મિસાઈલ પરિક્ષણ બંગાળના અખાતમાં કરાયુ હતું.
જેમાં સૈન્યના દક્ષિણ કમાન્ડ અને આંદામાન-નિકોબારમાં જે સેનાની ત્રણેય પાંખોનુ સંયુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આધુનિક સુપરસોનિક ક્રુઝ-મિસાઈલ જે આધુનિક ગાઈડેડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ ધરાવે છે તે 
તેના ટાર્ગેટને ધ્વંશ કરવામાં અત્યંત સક્ષમ ગણાય છે.
ભારતે આ મિસાઈલ પરિક્ષણ માટે પાડોશી દેશોને નોટીસ ટુ ચેરમેનની ચેતવણી આપી હતી જેથી પરિક્ષણ સમયે તેની રેન્જમાં કોઈ નાગરિક કે અન્ય વિમાની હવાઈ ડીવાઈનસ દુર રહ્યા હતા.