વિદેશથી શુધ્ધ સોનાની જ્વેલરી વ્યક્તિગત ઉપયોગ માટે લઈ આવવી દાણચોરી નથી : દિલ્હી હાઈકોર્ટ

વિદેશથી શુધ્ધ સોનાની જ્વેલરી વ્યક્તિગત ઉપયોગ માટે લઈ આવવી દાણચોરી નથી : દિલ્હી હાઈકોર્ટ
The Indian Express

(એજન્સી)     નવી દિલ્હી તા.ર૪: 
દેશમાં સોનાના સતત વધી રહેલા ભાવ તથા ઉંચી આયાત જકાતના કારણે સોનાની વધેલી દાણચોરી સમયે ૨૪ કેરેટના દાગીનાના ‘પર્સનલ જવેલરી‘ સાથે વિદેશથી આવતા મુસાફરો તે માટે એક રસપ્રદ ચૂકાદો દિલ્હી હાઈકોર્ટે આપીને એરપોર્ટના કસ્ટમ વિભાગને આંચકો આપ્યો હતો.
એક ભારતીય નાગરિક આથીયા- સાઉદી અરેબીયાથી નવે.૨૦૨૩માં ભારત પરત આવ્યા તે સમયે તેઓ ૨૪ કેરેટની સોનાની બંગડી (૯૯૮ પ્યોરીટી) કુલ વજન ૨૫૦ ગ્રામ પહેરીને આવ્યા હતા પણ દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તે બંગડીઓ કબ્જે કરી હતી જેનું કારણ આપવામાં આવ્યું કે તે સામાન્ય સોનાના જવેલરી કરવા અસાધારણ રીતે શુદ્ધ સોનાની છે.
તેથી તે જવેલરી માટે નહી પણ દાણચોરીના હેતુથી બનાવાઈ હોય તેવી દલીલ કસ્ટમ વિભાગે કરી હતી તથા આ મહિલા પર કસ્ટમ એકટ હેઠળ ડયુટી-દંડ વિ. વસુલવામાં આવ્યા હતા અને કસ્ટમના વેરહાઉસ- ચાર્જ પણ ચુકવાયા બાદ તે જવેલરી પરત કરવામાં આવી. આ રીતે રૂા.૩.૬૦ લાખ જેટલી રકમ ચુકવાયા બાદ આ મહિલાએ કસ્ટમના આ ર્નિણયને દિલ્હી અદાલતમાં પડકારીને તેણે ચુકવેલ ડયુટી, દંડ, પેનલ્ટી તથા અન્ય ચાર્જ પણ લેવા માટે અરજી કરી. હાઈકોર્ટે એક ચૂકાદામાં ઉચ્ચ ગુણવતાની જવેલરી જે ૨૪ કેરેટની હતી તે બુલીયન (શુદ્ધ સોનુ) ગણી શકાય નહી તેવું જણાવ્યુ હતું.