ખેલૈયાઓને રાહત : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ નહીં પડે

ખેલૈયાઓને રાહત : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ નહીં પડે
SciLine

(બ્યુરો)  અમદાવાદ તા.ર૪:
ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે. તો બીજી બાજુ નવરાત્રીમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, હાલ ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી નથી. જેના કારણે ખેલૈયાઓની ચિંતા થોડી ઓછી થઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજથી એટલે કે, ૨૪મીથી ૨૯મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે. ૨૭થી ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે ૨૪મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ૨૫મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે.