દ્વારકામાં ફુલડોલ ઉત્સવના સુચારૂ આયોજન હેતુ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

દ્વારકામાં ફુલડોલ ઉત્સવના સુચારૂ આયોજન હેતુ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૦
યાત્રાધામ દ્વારકામાં આગામી ફુલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રીકલક્ષી સુરક્ષિત, શિસ્તબધ્ધ અને સુચારૂ આયોજન હેતુ દ્વારકા પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. દ્વારકામાં આગામી ૩જી માર્ચના રોજ કુલડોલ ઉત્સવમાં દર વર્ષની જેમ લાખો કૃષ્ણભકતો પગપાળા તથા રોડ - રેલ માર્ગે આવનાર હોય યાત્રાળુઓની સલામતી સાથે સુચારૂ આયોજન હેતુ પ્રાંત કચેરી ખાતે દ્વારકા ક્ષેત્રના પ્રાંત અધિકારી અમોલ આવતેની અધ્યક્ષતામાં મંદિર પ્રશાસન, પોલીસ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલીકા, આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પૂરવઠા વિભાગ તથા કુડ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફીક નિયંત્રણ અને ર્પાકિંગ વ્યવસ્થા માટે પૂર્વ આયોજન, આરોગ્ય સુવિધા માટે સ્ટેન્ડબાય ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પ્રાથમિક સારવાર કેમ્પ, ફાયર બ્રીગેડ અને કવીક રીસ્પોન્સ ટીમ, પાલીકા દ્વારા સફાઈ, પીવાના પાણી તથા જાહેર સુવિધાઓ, પીજીવીસીએલ દ્વારા અવિરત વિજ પૂરવઠો અને જરૂરી લાઈટીંગ વ્યવસ્થા જેવા મુદ્દાઓની ચર્ચા કરી સુચારૂ આયોજન હેતુ તમામ વિભાગોએ સંકલન યોજી સમયસર પૂર્વ તૈયારી કરવા તેમજ આવનારા દર્શનાર્થીઓ માટે સુવિધાસભર વાતાવરણ ઊભું કરવા પ્રાંત અધિકારીએ સૂચના આપી હતી.