ડો. સુભાષ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા સતત ત્રીજા વર્ષે “ઈન્ક-ટુ-ઈમેજીનેશન - રીવ્યુ પેપર રાઈટીંગ સ્પર્ધા”નું સફળ આયોજન
જૂનાગઢ તા.ર૦
તાજેતરમાં તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સ્કૂલ ઓફ ફાર્મસી, દ્વારા સતત ત્રીજા વર્ષે “ઈન્ક-ટુ-ઈમેજીનેશન - રીવ્યુ પેપર રાઈટીંગ સ્પર્ધા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યેની રુચિ વિકસાવવી, વૈજ્ઞાનિક લેખન કૌશલ્યને પ્રોત્સાહિત કરવું અને નવીન વિચારશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢ પંથકની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૧૫૦ થી પણ વધુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક બદલાવો, ટેકનોલોજી, નર્સિંગ, સંસ્કૃતિ, શિક્ષણ પ્રણાલી, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્વાસ્થ્ય અંગે જવાબદાર પરિબળો, ડ્રગ ડેવલપમેન્ટ, કૃષિ વિકાસ, ખેલકૂદ જગત જેવા આઠ અલગ અલગ વિષયો પર ઉચ્ચ ગુણવત્તાવાળા રિવ્યૂ પેપર્સ રજૂ કર્યા હતા. સ્પર્ધકો દ્વારા રજૂ કરાયેલા રિવ્યૂ પેપર્સનું મૂલ્યાંકન વિષયની પસંદગી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માહિતીની પ્રામાણિકતા, પ્રસ્તુતિ અને સંશોધનના ઊંડાણ જેવા માપદંડોના આધારે નિષ્ણાંત ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું.વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ આ તકે સંસ્થાના પ્રમુખ રાજભાઈ ચાવડા તેમજ પ્રોવોસ્ટ ડો. દીપક પટેલેસ્કૂલ ઓફ ફાર્મસીની સમગ્ર ટીમને શુભેરછાઓ પાઠવી હતી. તેમજ જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યેની સમજણ વધારવામાં અને ભવિષ્યમાં ગુણવત્તાસભર સંશોધકો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


