એસટી બસ સ્ટેશન ખાતે મહા છાશ વિતરણનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા.૧
મહાવીર જન્મ કલ્યાણ દિવસ નિમિતે ગઈકાલે પરમ નમ્રગુરૂદેવના માર્ગદર્શન હેઠળ કાર્યરત અર્હમ યુવા સેવા ગ્રુપ જૂનાગઢ દ્વારા ઉનાળાના ધોમધખતા તાપમાં લોકોને શાતા પહોંચાડવાના ભાવ સાથે બસ સ્ટેશન ખાતે મહા છાશ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સવારે ૧૦:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી માનવ સેવાના ભાવ દરમ્યાન આશરે ૬૫૦ લાભાર્થીઓએ લાભ લીધેલ છે.


