કોકરોચ ઈફેકટ : સંઘ સુપ્રિમો મોહન ભાગવત દેશના ૧૦૦ શહેરોમાં જેન-ઝી સાથે વચ્ર્યુઅલ સંવાદ કરશે
(એજન્સી) નવી દિલ્હી તા.૪
નીટ પેપર લીકના મુદે છેડાયેલા જંતર મંતર પરના જેન-ઝી આંદોલન બાદ હવે રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપને ૨૦૨૯ અને તે પુર્વે આવનારી ધારાસભા ચુંટણીમાં જેન-ઝીનો પ્રભાવ ચિંતા કરાવવા લાગ્યા છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈન્સ્ટાગ્રામ પર સક્રીય બની ગયા છે અને કેન્દ્રીય મંત્રીઓને પણ રિલ બનાવવા માટે સલાહ આપી છે.
તો હવે આરએસએસના વડા મોહન ભાગવત પણ ચુંટણી પુર્વે જેન-ઝીને મનાવવા મેદાનમાં આવ્યા છે અને મોહન ભાગવત તા.૬ ઓગષ્ટના દેશના ૧૦૦થી વધુ શહેરોમાં જેન-ઝીને તથા જેન-અલ્ફા સાથે વચ્ર્યુઅલ સંવાદ કરશે. આ કાર્યક્રમ મુંબઈમાં અંબાણી સેન્ટરમાં યોજાશે. તેના માટે સંઘે ઈન્ડીયાઝ ઈન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સની ૧૫મી વર્ષગાંઠને પસંદ કરી છે.
આ કાર્યક્રમમાં ભાગવત દેશના ૧૦૦ શહેરોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઈને તા.૬ ઓગષ્ટે સંવાદ કરશે. આ મંચની સ્થાપના ૨૦૧૧માં થઈ હતી અને સંઘના જણાવ્યા મુજબ તેનું સંચાલન યુવા જ કરે છે. આ આયોજનમાં ૧૫થી૧૯ વર્ષના જેન-ઝીનો સમાવેશ કરાયો છે.


