સુત્રાપાડાનાં સીંગસર ગામે ખાનગી કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ 

સુત્રાપાડાનાં સીંગસર ગામે ખાનગી કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ 

(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા. ર૪
ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડાનાં સીંગસર ગામે ખાનગી કંપની સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. આ સાથે જ માઈનીંગ લીઝમાંથી પાણી કાઢી અને ખોદકામ કરાતુ હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.  આ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ખેંચાતા પાણીનાં તળ નીચે ગયા છે ત્યારે કંપની નિતી નિયમોને નેવે મુકીને માઈનીંગ કરતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. આ માઈનીંગનાં કારણે ખેતી અને પર્યાવરણને ભારે નુકશાન થવાની ભિતી દર્શાવવામાં આવી છે. સીંગસર ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કંપનીની કામગીરીની તાત્કાલીક તપાસ કરવામાં આવે તેમજ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો કંપની સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે.