મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ડિમોલેશન
મોટેરા આસપાસનાં મકાનો પોલીસ બંદોબસ્ત સાથે તોડવાનું શરૂ કરાયું.
અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. ત્યારે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસેથી પસાર થનારા ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોટેરા બળદેવનગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેમને નોટિસ આપીને મકાન ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી છતાં રહીશો દ્વારા મકાન ખાલી ન કરી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઇકોર્ટ દ્વારા નકારી દેવાતા આજે સાંજ સુધીમાં 29 મકાન ધ્વસ્ત કરી દેવાયા હતા.


