જાહેર માર્ગો પર વાહન પાર્કિંગ માટે હવે ચાર્જ દેવો પડશે

જાહેર માર્ગો પર વાહન પાર્કિંગ માટે હવે ચાર્જ દેવો પડશે

(બ્ગુરો)       અમદાવાદ તા.4
ગુજરાતમાં સમૃદ્ધિ સાથે પ્રાઈવેટ-પબ્લીક વાહનોની સંખ્યા પણ વધતી જાય છે અને માર્ગ કનેકટીવીટી પણ વધી છે. જેના કારણે હવે લોકો ટુંકા પ્રવાસમાં પણ પોતાના ખાનગી વાહનમાં પ્રયાસ કરે છે. આ દ્રશ્ય બહું સામાન્ય છે કે સોસાયટીઓના પાર્કિંગ ફુલ હોય છે. સોસાયટી બહાર જાહેર માર્ગ પર પણ દિવસ-રાત્રીના વાહન પાર્ક હોય છે અને તે ટ્રાફિકની સમસ્યા પણ સર્જે છે. એક અંદાજ મુજબ જાહેર માર્ગોનો 30 ટકા વિસ્તાર તો આ પ્રકારે ખાનગી વાહનો જે પાર્ક થયેલા હોય છે તે જ રોકી લે છે. લોકોને ચાલવા માટે ફુટપાથ બનાવાય છે. જેના પર પણ આ રીતે પાર્ક થયેલા વાહનોનું દબાણ થઈ જાય છે. હવે રાજય સરકાર આ પ્રકારે જાહેરમાં પાર્ક થતા વાહનો પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવાની તૈયારી છે. રાજય સરકારે રચેલી હાઈલેવલ-અર્બન પ્લાનીંગ કમીટી દ્વારા આ અંગે વિચારણા ચાલુ છે. અમદાવાદમાં જ સ્થાનિક સ્તરે કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું છે કે દિવસ દરમ્યાન 20 લાખ ટુ વ્હીલર તથા 4-5 લાખ ફોરવ્હીલર સહિતના મોટા વાહનો માર્ગ પર દોડતા રહે છે.