ભારત ડ્રોન સેના ઉભી કરશે રૂા.20 હજાર કરોડનો ઓર્ડર આપ્યો

ભારત ડ્રોન સેના ઉભી કરશે રૂા.20 હજાર કરોડનો ઓર્ડર આપ્યો

(એજન્સી)      નવી દિલ્હી તા.4:
હવેના યુદ્ધોમાં માનવ રહીત ડ્રોનની મહત્વપૂર્ણ બની રહેલા ભૂમીકાથી ભારતે હવે એક તરફ દેશની સેનામાં 50000 ડ્રોન સેના તૈયાર કરવા ર્નિણય લીધા છે અને આ માટે 2 બીલીયન ડોલર એટલે કે અંદાજે રૂા.19400 કરોડનું ડ્રોન ખરીદી બજેટ જાહેર કર્યુ છે. દેશમાં જ આ ડ્રોન ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રનો સહયોગ લેવાશે. આ પ્રકારે આગામી 14થી24 માસમાં દેશમાં ડ્રોન-સેના કાર્યરત થઈ જશે. અમેરિકા-ઈરાન યુદ્ધમાં ડ્રોન હુમલા મહત્વપૂર્ણ રીતે સફળ રહ્યા છે અને માનવ જીવન બચાવે છે. ઈરાનના સસ્તા ડ્રોનને તોડી પાડવા અમેરિકાને મોંઘી એરડિફેન્સ સીસ્ટમનો ઉપયોગ કરવો પડે છે. ભારતમાં ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડીયામાં 500 જેટલી કંપનીઓ ડ્રોન નિર્માણમાં સામેલ છે. જેમાં અદાણી ડિફેન્સ સહિતની મોટી કંપનીઓ પણ અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવે છે. સરકારે આ પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકયા છે. હજું માર્ચ માસમાંજ સંરક્ષણ વિભાગે ટ્રાન્સપોર્ટ એરક્રાફટ, મિસાઈલ સીસ્ટમ અને આર્મ ડ્રોન ખરીદવા 224000 કરોડનું બજેટ મંજુર કર્યુ હતું.