દેશભરમાં ચાંદીની તિવ્ર અછત : ભાવો સળગ્યા
રૂા.ર૦,૦૦૦ પ્રિમીયમથી ચાંદીનું વેચાણ : બજારમાંથી ચાંદી ગાયબ : માંગ કરતા પુરવઠો ૬૦ ટકા ઓછો
નવી દિલ્હી, તા.૧૩:
ચાંદીના રેકોર્ડ ભાવોએ રોકાણકારોને નોંધપાત્ર નફો અપાવ્યો છે પરંતુ હવે બુલિયન બજાર મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. રોકાણ માટે ચાંદી એટલી બધી ખરીદી કરવામાં આવી છે કે તે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે. તહેવારોની મોસમ દરમિયાન, દેશભરના દરેક મોટા શહેરના બુલિયન બજારો શુદ્ધ ચાંદીની અછતનો સામનો કરી રહ્યા છે. બેંકોમાંથી શુદ્ધ ચાંદીનો પુરવઠો લગભગ અડધો થઈ રહ્યો છે. બુલિયન વેપારીઓના મતે, ભૌતિક ચાંદી અને ચાંદીના ઈ્હ્લમાં રોકાણમાં વધારો, મર્યાદિત આયાત અને આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક પુરવઠામાં ઘટાડો થયો છે.
ભારતમાં, ચાંદીનો પુરવઠો માંગ કરતા ૨૫% ઓછો છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં, ચાંદીનો પુરવઠો માંગ કરતા ૬૦% સુધી ઓછો છે. ઉત્તરપ્રદેશમાં, ચાંદીની માંગ ૧૦૦ ટન સુધી પહોંચી ગઈ છે, પરંતુ પુરવઠો ફક્ત ૩૫ થી ૪૦ ટન છે. તેવી જ રીતે, મધ્યપ્રદેશમાં, માંગ ૧૮ થી ૨૦ ટન છે, પરંતુ પુરવઠો ફક્ત ૬ થી ૮ ટન છે. બુલિયન વેપારીઓ કહે છે કે દિવાળી અને ધનતેરસ દરમિયાન માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધુ વધવાની ધારણા છે. વૈશ્વિક સ્તરે, માંગની તુલનામાં પુરવઠામાં ૨૦% ઘટાડો થવાને કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
સ્ઝ્રઠ રેટની તુલનામાં જથ્થાબંધ બજારોમાં ચાંદી રૂ. ૨૦,૦૦૦ ના પ્રીમિયમે વેચાઈ
રહી છે. દરમિયાન, ર્ઝ્રંસ્ઈઠ ફયુચર્સ અને હાજર બજાર વચ્ચેનો ૨૫૦ ટકાનો ભાવ તફાવત
અત્યાર સુધીનો સૌથી વધુ
છે, જે ઊંડા પુરવઠા સંકટ તરફ ઈશારો કરે છે. સોનાપ્રચાંદીનો ગુણોત્તર ઘટીને ૭૮.૮ થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો વધુને વધુ ચાંદી તરફ વળ્યા છે. કોમોડિટી નિષ્ણાત નીતિન કેડિયાએ જણાવ્યું હતું કે, બજારમાં એવી લાગણી
જોવા મળી રહી છે કે આવતીકાલ સુધીમાં ભૌતિક ચાંદી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. કેટલાક લોકો ચાંદી ખરીદવા માટે પોતાનું સોનું પણ ગીરવે મૂકી રહ્યા છે.


