20 વર્ષમાં સોનાએ રોકાણકારોને 15 ગણું વળતર આપ્યું
(એજન્સી) નવી દિલ્હી, તા.22
દેશમાં રોકાણ માટે અસંખ્ય વિકલ્પો હોવા છતાં રોકાણકારો માટે સોનું વળતરની દ્રષ્ટિએ સૌથી વધુ વળતર આપનારૂં રોકાણ રહ્યું છે. આ અંગે પ્રકાશમાં આવેલા આંકડા મુજબ છેલ્લા 20 વર્ષમાં સોનાએ રોકાણકારોને 15 ગણું વળતર આપ્યું છે. આ અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા 20 વર્ષમાં સોનાએ 14.6 ટકાનું ર્વાષિક વળતર આપ્યું છે. જેમાં રોકાણકારના રૂપિયા 1 લાખ રૂપિયા 15 લાખથી વધુ થયા છે. સોનામાં આ નોંધપાત્ર ઉછાળો હોવા છતાં અમેરિકન શેરબજારમાં 15.2 ટકા ર્વાષિક વળતર મળે છે. જ્યારે ભારતીય શેરબજારમા છેલ્લા 35 વર્ષોમાં રૂપિયા 1 લાખના રૂપિયા 85 લાખ થયા છે. જે 13.2 ટકા ર્વાષિક વળતર આપે છે.


