દેશભરમાં હીટવેવની અસર : સતત પાંચમા દિવસે યુપીનું બાંદા દેશનું સૌથી ગરમ શહેર

દેશભરમાં હીટવેવની અસર : સતત પાંચમા દિવસે યુપીનું બાંદા દેશનું સૌથી ગરમ શહેર

(એજન્સી)    નવી દિલ્હી, તા.22
દેશમાં ચાલી રહેલી ગરમીથી હાલ રાહત મળવાના કોઈ સંકેત નથી, આ વખતે સૌથી મોટો ખતરો એ છે કે દિવસની હીટવેવ પછી રાતો પણ ગરમ રહી છે. દેશના 35 શહેરોમાં ગુરૂવારે રાતનું તાપમાન 30°C થી ઉપર રહ્યું. સૌથી વધુ 33.7°C તાપમાન રાજસ્થાનના હનુમાનગઢમાં નોંધાયું.
દેશનો અડધાથી વધુ ભાગ ગરમીથી તપી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત 10 રાજ્યોના 24 શહેરોમાં ગુરુવારે તાપમાન 45°C થી વધુ રહ્યું. યુપીનું બાંદા 47.6°C સાથે સતત 5મા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. છત્તીસગઢના રાજનંદગાંવમાં 47°C તાપમાન નોંધાયું.
યુપીમાં આગામી 3 દિવસ હીટવેવનું રેડ એલર્ટ છે. બિહારના પટના અને ગયાજીમાં ગરમીના કારણે 22 થી 26 મે સુધી ધોરણ 5 સુધીની સ્કૂલો બંધ કરવામાં આવી છે.