બિહાર ચૂંટણીને લઈ JDUએ ૫૭ ઉમેદવારોના નામ કર્યા જાહેર
ગાયઘાટ બેઠક પરથી કોમલ સિંહને ટિકિટ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા) પટના, તા.૧૬
બિહાર વિધાનસભા ચૂંટણી માટે જનતા દળ યુનાઇટેડ (JDU) એ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.
જેડીયુની પહેલી યાદીમાં ૫૭ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. NDA માં એક વિચિત્ર રાજકીય રમત ચાલી રહી છે. જનતા દળ યુનાઇટેડ એ ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી દ્વારા દાવો કરાયેલી પાંચ વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોને ટિકિટ આપી છે. જનતા દળ યુનાઇટેડ એ આજે ૫૭ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં લોક જનશક્તિ (રામ વિલાસ) દ્વારા દાવો કરાયેલી પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો સોનબરસા, મોરવા, એકમા, રાજગીર અને ગાયઘાટ છે.
જેડીયુએ ગાયઘાટ બેઠક પરથી કોમલ સિંહને ટિકિટ આપી છે. તે એલજેપી (આર) સાંસદ વીણા દેવીની પુત્રી છે. કોમલ સિંહના પિતા દિનેશ સિંહ, જેડીયુના એમએલસી છે. એવી અટકળો ચાલી રહી હતી કે તે એલજેપી (રામવિલાસ) ઉમેદવાર હશે, જાેકે, જ્યારે આ બેઠક જેડીયુને ગઈ, ત્યારે તે ત્યાંથી ઉમેદવાર બની.
જેડીયુએ બરબીઘાથી વર્તમાન ધારાસભ્ય સુદર્શન કુમારની ટિકિટ કાપી છે. કુમાર પુષ્પંજય બરબીઘાથી જેડીયુ ઉમેદવાર હશે. કુશેશ્વરસ્થાનથી અમન ભૂષણ હજારીની ટિકિટ પણ કાપવામાં આવી છે. જેડીયુએ પારસાથી છોટે લાલ યાદવને ટિકિટ આપી છે. છોટે લાલ આરજેડી છોડીને જેડીયુમાં જાેડાયા હતા. તેમણે આરજેડીની ટિકિટ પર ૨૦૨૦ ની બેઠક જીતી હતી.
એ જાેવું રસપ્રદ રહેશે કે ચિરાગ પાસવાન તેમની પાર્ટી લોક જનશક્તિ (આર) ની યાદીમાં આ પાંચ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખે છે કે નહીં. જાે ચિરાગ પણ આ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખે છે તો તે એનડીએમાં મોટી ઉથલપાથલ મચાવી શકે છે.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં બિહારના મંત્રી વિજય કુમાર ચૌધરી, શ્રવણ કુમાર અને મદન સાહનીના નામનો સમાવેશ થાય છે. કેટલાક વર્તમાન ધારાસભ્યોની પણ ટિકિટ કાપવામાં આવી છે. જેડીયુએ બરબીઘાથી વર્તમાન ધારાસભ્ય સુદર્શન કુમારની ટિકિટ કાપી છે. સુદર્શનના સ્થાને કુમાર પુષ્પંજયને ટિકિટ આપવામાં આવી છે.
પાર્ટીએ કુશેશ્વરસ્થાનથી અમન ભૂષણ હજારીની ટિકિટ કાપી છે. જેડીયુએ હજારીના સ્થાને અતિરેક કુમારને ઉમેદવાર બનાવ્યા છે. જેડીયુએ પારસાથી છોટે લાલ યાદવને ટિકિટ આપી છે. યાદવ થોડા દિવસો પહેલા આરજેડી છોડીને જેડીયુમાં જાેડાયા હતા. ૨૦૨૦ની ચૂંટણીમાં તેઓ આરજેડીની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા.


