અયોધ્યા રામ મંદિર દાનચોરી બાદ હવે નિર્માણના ખર્ચનો પણ વિવાદ બહાર આવ્યો
રૂા.૮૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂા.રર૦૦ કરોડનું ચુકવણુ કરાયું
(એજન્સી) અયોધ્યા,તા.૪
રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાન ચોરીનો મામલો શાંત પડયો નથી ત્યાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. રામ મંદિરના પૂર્વ એકાઉન્ટન્ટે એસઆઈટી સમક્ષ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે રામ મંદિર બનાવવાના ૮૦૦ કરોડ રૂપિયાના એસ્ટીમેટ સામે રૂા.૨૨૦૦ કરોડરૂપિયાનો ખર્ચ થયો છે. મહિપાલસિંહે આ મામલે એસઆઈટીને પુરાવા પણ સોંપ્યા છે.
મહિપાલસિંહે જણાવ્યું હતું કે, ટ્રસ્ટની રચના વખતે રામ મંદિર નિર્માણનું એસ્ટીમેન્ટ ૮૦૦ કરોડ રૂપિયા હતું, પરંતુ કેટલાક લોકોને લાભ પહોંચાડવા માટે ૨૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
૨૬ જુલાઈએ અગાઉ રચાયેલ એસઆઈટીના અધ્યક્ષ લખનૌના કમિશનર વિજય વિશ્વાસ પંતે ટ્રસ્ટને રામ કચેરી કાર્યાલયના પૂર્વ લેખા પ્રભારી મહિપાલસિંહને ઈ-મેલ મોકલી આરોપો સંબંધિત પુરાવા રજૂ કરવાની તક આપી હતી.
મહિપાલસિંહે કહ્યું હતું કે, જો જરૂર પડે તો વીડિયો કોન્ફરન્સીંગથી તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે. મહિપાલસિહે ગત ૯ જૂને સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૨૧માં જ તેણે ચડાવા દાન ચોરી પકડી હતી.મહિપાલે જણાવ્યું કે ટ્રસ્ટની રચના સમયે, રામ મંદિર બાંધકામના ખર્ચનો અંદાજ રૂ.૮૦૦ કરોડ હતો, પરંતુ રૂ.૨,૨૦૦ કરોડ કેટલાક વ્યક્તિઓને ફાયદો પહોંચાડવા માટે ખર્ચવામાં આવ્યા હતા.


