બંગાળના તમામ મદ્રેસાઓમાં હવે વંદે માતરમ ગાવુ ફરજીયાત

બંગાળના તમામ મદ્રેસાઓમાં હવે વંદે માતરમ ગાવુ ફરજીયાત

(એજન્સી)      કોલકત્તા,તા.21:
પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે એક મોટો ર્નિણય લીધો છે. હવે બંગાળના તમામ મદરેસામાં વર્ગો શરૂ થાય તે પહેલાં પ્રાર્થના દરમિયાન વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનશે. લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગે આ માટે એક આદેશ જારી કર્યો છે. મદરેસાએ હવે જૂના નિયમોને બદલીને આ આદેશનું પાલન કરવું પડશે. આ નવો નિયમ સરકાર દ્વારા સંચાલિત મોડેલ મદરેસાઓ (અંગ્રેજી માધ્યમ) થી લઈને તમામ સહાયિત અને બિન-સહાયિત મદરેસાઓ સુધીના તમામ મદરેસાઓ પર સમાન રીતે લાગુ થશે. મદરેસા શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, અગાઉના તમામ આદેશો અને પ્રક્રિયાઓને રદ કરીને, પશ્ચિમ બંગાળ રાજ્યમાં લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ હેઠળના તમામ મદરેસામાં વર્ગો શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સભા દરમિયાન વંદે માતરમ ગાવાનું ફરજિયાત છે, જેમાં સરકારી મોડેલ મદરેસા, સહાયિત મદરેસા, માન્ય MSKS, માન્ય SSKS અને માન્ય બિન-સહાયિત મદરેસાનો સમાવેશ થાય છે.