૩૧ ડિસેમ્બરે ઓનલાઈન ડિલીવરી ખોરવાઈ જશે
(એજન્સી) મુંબઈ, તા.૨૭:
સ્વિગી, ઝોમાટો, બ્લિન્કિટ, ઝેપ્ટો, ઍમેઝોન અને ફિલપકાર્ટ જેવી ઍપ-આધારિત ડિલિવરી કરતી કંપનીઓના ૪૦,૦૦૦ જેટલા કર્મચારીઓએ ગુરુવારે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેન્ગલોરમાં એકાએક ફલેશ સ્ટ્રાઇક કરી હતી. તેમણે પગારવધારો અને ઍપ-આધારિત પ્લેટફોર્મમાં કામ કરનાર કર્મચારીઓ માટે રાષ્ટ્રીય નીતિની માગણી કરી હતી. ૩૧ ડિસેમ્બરે તેઓ એક મેગા હડતાળનું આયોજન કરવાના હોવાથી ઈ-કોમર્સ ડિલિવરી માર્કેટમાં વિક્ષેપ પડવાની ધારણા છે. ભારતમાં ઍપ-આધારિત કંપનીઓમાં લગભગ એક કરોડ પ્લેટફોર્મ વર્કર્સ છે. ઇન્ડિયન ફેડરેશન ઑફ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (ૈંહ્લછ્)ના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી શેખ સલાઉદ્દીને જણાવ્યું હતું કે ‘અમારી માગણી છે કે સરકાર ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે નિતિ લઘુતમ વેતન સાથે નીતિ લાવે. અમે ડિલિવરીદીઠ ૩૫ રૂપિયાના લઘુતમ વેતનની માગણી કરીએ છીએ. હાલમાં ડિલિવરી કરનારને ૭, ૧૦ અથવા ૧૫ રૂપિયા મળે છે. રજાના દિવસોમાં કામદારોને તેમની સવિર્સ માટે વધારાનો પગાર મળે છે, પરંતુ તેઓ વેતનમાં કાયમી વધારો કરવાની માગણી કરે છે.


