પત્ની તમારી સેવક નથી : બોમ્બે હાઈકોર્ટે પતિને ફટકાર લગાવી

પત્ની તમારી સેવક નથી : બોમ્બે હાઈકોર્ટે પતિને ફટકાર લગાવી

મુંબઈ તા.21:
બોમ્બે હાઈકોર્ટે તલાકના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ટિપ્પણીઓ કરતા કહ્યું છે કે પત્નીને માત્ર ઘરકામ માટેની વ્યક્તિ તરીકે જોવું ખોટી માનસિકતા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પત્ની રસોઈ ન બનાવે અથવા ઘર સફાઈ ન કરે તો તેને ‘‘માનસિક ક્રૂરતા‘‘ ગણાવી તલાકનો આધાર બનાવી શકાય નહીં. હાઈકોર્ટે 16 વર્ષ જૂના ફેમિલી કોર્ટના ચુકાદાને રદ કર્યો, જેમાં પતિને તલાકની મંજૂરી સાથે પત્નીને ગુજારો ભથ્થું ન આપવાની છૂટ આપવામાં આવી હતી. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની બેન્ચે કહ્યું કે લગ્ન સમાન ભાગીદારી છે, કોઈ સવિર્સ કોન્ટ્રાક્ટ નથી. રિપોર્ટ અનુસાર દંપતિના લગ્ન વર્ષ 2002માં થયા હતા. લગ્નના માત્ર બે વર્ષ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પતિએ તલાક માટે અરજી દાખલ કરી હતી.