ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન iPhone 16 અને iPhone 16 Pro પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ અને વારંવાર ઓર્ડર કેન્સલ થતા ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ.
સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:00 વાગ્યે ફ્લીપકાર્ટ પર શરુ થયેલ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ પર આ વર્ષે આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો પર સામાન્ય ડિસ્કાઉન્ટ હોવા છતાં આકર્ષક ઓફરને કારણે કેટલાય ગ્રાહકો દ્વારા બુક કરેલા ઓર્ડર અનેકો વાર અચાનક કેન્સલ થઈ જતા હતા. કેટલાક ગ્રાહકો iPhone 16 ની એક જ સમયે અલગ અલગ કિમતો જોઇને મૂંઝાઈ ગયેલા તો કેટલાક ગ્રાહકોનો ઓર્ડર ડીલીવરી સ્ટેશન પર પહોચીને અચાનક જ કેન્સલ ગયેલા. આ વિષે ગ્રાહકોએ વિવિધ પ્રકારે પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો તેમજ કંપની ગ્રાહકોને પડતી અગવડ અને વર્તમાન સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવશે એવી આશા વ્યક્ત કરી હતી. જો કે આ વિશે ફ્લીપકાર્ટ દ્વારા કોઈ સત્તાવાર ગાઈડલાઈન કે માહિતી આપવામાં આવી નથી.


