જૂનાગઢ ખાતે બૈજુ શાસ્ત્રીય સંગીત સમારોહ સંગીત રસિકોએ મન ભરી માણ્યો, કાર્યક્રમ સફળ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
ગૌ.શ્રી પિયુષબાવા અને વલ્લભકુળ પરિવારની પાવન ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ ગત તા.૨૨-૮-૨૬ શનિવારની રાત્રી સંગીત રસિકો માટે યાદગાર બની રહી જૂનાગઢથી શ્રી વલ્લભધામ સત્સંગ ખંડ મોટી હવેલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર શ્રી પુષ્ટિ સંસ્કાર સંસ્થાન અને સપ્તક સંગીત વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ભારતીય સંગીતના ઉત્તમ સંગીતકાર પં. બૈજનાથ મિશ્રા" બૈજુ બાવરા"ની પુણ્ય સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો કાર્યક્રમના પ્રથમ ચરણમાં ગૌ.શ્રી પિયુષબાવા અને વલ્લભકુળ પરિવાર દ્વારા અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા પલ્લવીબેન ઠાકર, કવિ મહેન્દ્ર પઢીયાર, સીમાબેન પુરોહિત, દિનેશભાઈ દવે, સંજયભાઈ પંડ્યા, જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને જૂનાગઢ મહાનગર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયાની વિશેષ ઉપસ્થિત રહી હતી. દ્વિતીય ચરણમાં નામાંકિત કલાસાધકોની વિવિધ શાસ્ત્રીય પ્રસ્તુતિમાં શ્રી શ્યામલ પડયા દ્વારા રાગ બિહાગની પ્રસ્તુતિ મનમોહક રહી ત્યારબાદ અપિર્ત માંડવીયા સારંગી અને દીપલ મહેતા બાંસુરીની જુગલબંધીમાં રાગ હંસધ્વનિ અને પહાડીની પેશકશે શ્રોતાઓને આનંદિત કર્યા હતા. કાર્યક્રમના અંતે વિપુલ ત્રિવેદી રાગ - જોગમાં બડા ખ્યાલ અને છોટા ખયાલ અને રાગ કિરવાણીની પ્રસ્તુતિ એ સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા અને શ્રેષ્ઠ સંગીત શ્રવણની અનુભૂતિ કરાવી હતી. ગાયન સંગત જય ભટ્ટ દ્વારા થયેલ તબલા સંગત પરાગ જોશી અને પખવાજ સંગત ચિંતન લાઠીગારા દ્વારા બખૂબી નિભાવાયેલ, હાર્મોનિયમ સંગત અપિર્ત માંડવીયા દ્વારા સુંદર રીતે થયેલ તાનપુરા સંગત ધ્વનિત ત્રિવેદી અને લબ્ધિ ભટ્ટ દ્વારા થયેલ. કાર્યક્રમનું સંચાલન જાણીતા લોકગાયક રાજુ ભટ્ટ દ્વારા અને દિવ્ય રૂપારેલ દ્વારા પોતાની આગવી સહેલીમાં સુંદર રીતે થયું કાર્યક્રમને સફળ બનાવવા પુષ્ટિ સંસ્કાર સંસ્થાનના વૈષ્ણવો અને સપ્ત સંગીત વિદ્યાલયના તાલીમાર્થીઓ આદિત્ય ત્રિવેદી, રીધમ લાઠીગારા, આકાશ રાઠોડ, આયુષી મોલીયા, માનસી સોલંકી અને રાશી દવેએ જહેમત ઉઠાવી હતી.


