શ્રીજી દિવ્યાંગ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાની શુભેચ્છા મુલાકાત લેતા ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
શ્રીજી દિવ્યાંગ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા મેંદરડા મુકામે સમઢીયાળા રોડ પર કાર્યરત છે. આ સંસ્થામાં ૨૧ જેટલા અતિગંભીર દિવ્યાંગો આશરે સ્થાન લઈ ગયેલ છે. માતા અથવા પિતા વગરના આ દિવ્યાંગોને અહીંયા ખૂબ જ સારી રીતે અને સ્વચ્છતા પૂર્વક સંભાળ રાખવામાં આવે છે. કુદરતી અને નૈસર્ગે વાતાવરણમાં આ સંસ્થા માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી રહી છે. ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ આ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધેલ છે. સંસ્થાના બાળકોને મળીને આવો ભાવ વ્યક્ત કરેલ છે. સંસ્થાના બાળકોમાં રાજુભાઈ તથા સખા રામની ખાસ મુલાકાત લીધેલ છે. તેમની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય હરેશભાઈ ઠુંમર તથા ચિરાગભાઈ રાજાણી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ કાવાણી, મેંદરડા જીઈબીના નાયબ ઈજનેર ચરાડવા, મેંદરડા પીએસઆઇ લખધીર, સરપંચ યોગેશભાઈ પાનસુરીયા, માણાવદર-મેંદરડા વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી, મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ મહેતા વગેરે મહાનુભાવો સાથે રહીને સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશીએ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા તેમની સાથેના મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવ્યાંગ બાળકોને આપના તરફથી આવોને આવો પ્રેમ અને હુંફ મળતા રહે તેવી અંતરની લાગણી વ્યક્ત કરેલ હતી.


