જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે દૂધનાં ટેન્કરે હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ : અરેરાટી

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે દૂધનાં ટેન્કરે હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ : અરેરાટી

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા ચોકડી નજીક આજે સવારે ૧૦.૩૦ કલાકની આસપાસ માર્ગ અકસ્માત સર્જાયો હતો. દૂધનાં ટેન્કરે બાઈક ચાલકને હડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ઝાંઝરડા ચોકડી નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધનાં ટેન્કરે બાઈકને હડફેટે લેતા જૂનાગઢનાં મધુરમ એવન્યુ એપાર્ટમેન્ટ વંથલી રોડ ઉપર રહેતા ભાણજીભાઈ ઓધવજીભાઈ પીઠડીયા (ઉ.વ.૬૭)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતનાં બનાવની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં સમીરભાઈ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસની કામગીરી હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.